ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.બંનેના સંબંધોને ખૂબ જ સન્માનથી જોવામાં આવે છે.પરંતુ જ્યારે ભાઈ-બહેન વચ્ચે શારીરિક સંબંધ બનાવી આ સંબંધ તોડવામાં આવે તો શું થશે ? જરા વિચારો કે જ્યારે પતિ પોતાની પત્નીને પોતાના ભાઈ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોશે ત્યારે તેના મનમાં શું વીતશે ?
બિહારના તિરવિરવા ગામમાં પણ કંઈક આવું જ બન્યું.અહીં વીરેન્દ્ર યાદવ ઉર્ફે પિન્ટુએ તેની પત્ની શોભા દેવીને એવું કામ કરતાં રંગે હાથે પકડયા જેની તેણે કલ્પના પણ નહોતી કરી.તેની પત્ની અને નાનો ભાઈ મોડી રાત્રે રૂમમાં ગંદું કામ કરી રહ્યા હતા.ત્યારે વીરેન્દ્રએ બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા.
આ પછી પતિએ ગુસ્સામાં દેશી બનાવટની પિસ્તોલ ઉપાડી અને પત્ની પર ચલાવી જેના કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.પત્નીની હત્યા કર્યા બાદ વીરેન્દ્ર બાળકો સાથે ઘરેથી ભાગી ગયો હતો.બીજી તરફ પુત્રીના મૃત્યુના સમાચાર મળતા જ મૃતક શોભા દેવીના પિતાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ પોલીસે વીરેન્દ્રને શોધવા માટે સ્થળ પર દરોડા પાડ્યા હતા.આનાથી ડરીને વીરેન્દ્રએ પોતે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.બાદમાં જ્યારે પોલીસે વીરેન્દ્રની પૂછપરછ કરી તો તેણે આખી વાત સંભળાવી.આ વાત સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી.
ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે સદર એસડીપીઓના નિર્દેશ પર અમે આરોપીને ૨૪ કલાકના રિમાન્ડ પર લીધો છે.આ સંદર્ભે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.ત્યારબાદ તેને ફરીથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.