Saturday, August 20, 2022
HomeAjab Gajabપીળો મારો રંગ છે, મીઠી મારી સુગંધ છે, નાના મોટાને વહાલો છું,...

પીળો મારો રંગ છે, મીઠી મારી સુગંધ છે, નાના મોટાને વહાલો છું, ડઝનમાં વેચાવ છું…

નમસ્કાર મિત્રો,આજે આપણે મજેદાર ઉખાણા વાંચીશું. ૧. ગોળ છું પણ દડી નહીં, લાલ ખરું પણ ફૂલ નહીં, ખાવામાં હું આવું કામ, સૌ જાણે મારુ નામ, જવાબ : ટામેટું ૨. ફરતો રહેતો આખું જગ, ધરતી પર ન મૂકું પગ, દિવસે સૂતો રાતે જાગું, રાત અંધારી મારા વિના…જવાબ : ચંદ્ર મામા

૩. ફાઈલોની કોપી કરે, વિના પેન ને કાગળ, ઢગલો માહિતી સંઘરે, જાણે મોટું મગજ…
જવાબ : કમ્પ્યુટર

૪. શિંગડા મારા વાંખા ચૂંકા, પાતળા મારા પગ, ખૂબ ઝડપે દોડું છું, કહો દોસ્તો હું કોણ ?
જવાબ : સાબર

૫. મારા અંગે ચટ્ટા પટ્ટા, મોટા વાંકા નખ છે, જંગલનો હુ મામા છું, કહો દોસ્તો હું કોણ છું ?
જવાબ : વાઘ

૬. પીળો મારો રંગ છે, મીઠી મારી સુગંધ છે, નાના મોટાને વહાલો છું, ડઝનમાં વેચાવ છું…
જવાબ : કેળાં

૭. ધોળા કપડામાં રૂપાળી હું, નાજુક નમણી લાગુ છું, પાંખો પહોળી ફેલાવું છું, આભથી ઉતરી આવી છું, જવાબ : પરી આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવતા હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments