૭ વર્ષના Zomato ડિલિવરી બોયની હૃદયસ્પર્શી કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.પિતા અકસ્માતનો શિકાર બન્યા ત્યારે બાળકે નાની ઉંમરે પરિવારની જવાબદારી પોતાના પર લીધી.પૈસા કમાવવા માટે તે Zomato ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યો છે.તેને પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે છોકરો સાત વર્ષનો છે.તેના પિતા અકસ્માતનો ભોગ બન્યા છે.બાળકનો વીડિયો હજારો લોકો જોઈ ચૂક્યા છે.લોકો આને ખૂબ શેર કરી રહ્યા છે.૨૯ સેકન્ડનો આ વીડિયો ફૂડ ડિલિવરી લેનાર વ્યક્તિએ બનાવ્યો હતો.
વીડિયો બનાવનાર વ્યક્તિએ બાળક સાથે વાત કરી છે.તેમણે પૂછ્યું,બેટા તારા પિતાને શું થયું છે ? આના પર બાળક કહે છે કે તેઓ અકસ્માતનો ભોગ બન્યા છે.પપ્પાની જગ્યાએ હું ભોજન પહોંચાડું છું.હું સવારે શાળાએ જાઉં છું. હું સાંજે ૬ વાગ્યે કામ શરૂ કરું છું અને ૧૧ વાગ્યા સુધીમાં ભોજન પહોંચાડું છું.સોશિયલ મીડિયા પર લોકો બાળકના વખાણ કરી રહ્યા છે.
લોકો કહી રહ્યા છે કે બાળકે જે રીતે મુશ્કેલ સમયમાં પરિવારને સંભાળવાની જવાબદારી ઉપાડી છે તે મોટી વાત છે.ઘણા યુઝર્સે બાળકને મદદ કરવાની અપીલ પણ કરી છે.