Saturday, August 20, 2022
HomeCrimeરોક શકો તો રોક લો: રાજકોટમાં લુખ્ખાઓનો પોલીસને ખુલ્લો પડકાર, 10 વાહનમાં...

રોક શકો તો રોક લો: રાજકોટમાં લુખ્ખાઓનો પોલીસને ખુલ્લો પડકાર, 10 વાહનમાં કરી તોડફોડ

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા સમયથી ચોરી, લૂંટફાટ અને હત્યાની ઘટના સામે આવી રહી છે. જ્યારે ગુનેગારોને પોલીસનો ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે રાજકોટથી એવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં વધુ એક વખત લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં ગઈ કાલ રાત્રીના 10 વધુ વાહનનાં કાચ તોડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જામનગર રોડના સ્લમ ક્વાર્ટર, ભિસ્તીવાડ સહિતના વિસ્તારોમાં કાર, રિક્ષા સહિત 10 થી વધુ વાહનના કાચ તોડી નાખવામાં આવ્યા છે. આ બાબતમાં પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. લીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવી માં બે જેટલા વ્યક્તિઓ જોવા મળ્યા હોવાનું જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરનાર રફિકભાઈ ઓસમાણભાઈ દલ નામના વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ પાંચમી ઓગસ્ટના રોજ રાત્રિના બેથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ મોટર સાઇકલ પર સોસાયટીમાં ઘુસી આવ્યા અને જુદા-જુદા વાહનો પર તોડફોડ કરવામાં આવી હતી.

ફરિયાદી મુજબ, મારી ઇકો કાર તેમજ મારી રિક્ષાના કાચ પણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તોડી નાખવામાં આવેલ છે. જ્યારે આજુબાજુના વિસ્તારમાં 10 વધુ વાહનોને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મામલામાં પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આઇપીસીની કલમ 114, 427 અને જીપીએક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા જામનગર રોડના સ્લમ ક્વાર્ટર, ભિસ્તિવાડ, હુડકો હુસેની ચોક સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ કરતા સીસીટીવીમાં બે વ્યક્તિઓ જોવા મળ્યા હતા. તેમાં એક શખ્સનું નામ હકુભા ખીયાણી હોવાનું જાણકારી સાઈમ આવી છે. જ્યારે બીજો વ્યક્તિ તેની સાથે આવ્યો હતો. હકુભા ખીયાણી અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments