Saturday, August 20, 2022
HomeGujaratસાબરકાંઠામાં ખેડૂતે ખેતરમાં જમીન ખોદતા અંદરથી નીકળી જીવિત નવજાત બાળકી

સાબરકાંઠામાં ખેડૂતે ખેતરમાં જમીન ખોદતા અંદરથી નીકળી જીવિત નવજાત બાળકી

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરમાંથી એક હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં જમીન માંથી જીવિત બાળકી મળી આવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં હિંમતનગરના ગાંભોઈ ગામમાં જીઇબીની કચેરીની બાજુના ખેતરમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ એક નવજાત જીવિત બાળકીને જમીનમાં દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું. જો કે અહીં આ દરમિયાન ખેતરના માલિકને જમીનમાં કાંઇ હલતું જોવા મળતા તેમને અહીં જમીન ખોદી હતી. અને અહીં જમીન ખોદતાં તેમાંથી એક નવજાત જીવિત બાળકી મળી આવી હતી. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે ત્યારે આજે પણ આવો જ બનાવ સામે આવ્યો છે.

હિમંતનગરમાં ખેતર માલિકની સતર્કતાને કારણે આ નવજાત બાળકીનો જીવ બચી ગયો હતો, અને આ નવજાત બાળકીને જમીનમાંથી બહાર કાઢીને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જયારે હાલમાં બાળકીને શ્વાસમાં તકલીફ પડતા તેને BVM થી કૃત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યો છે.

આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ ગામમાંથી GEB કચેરી બાજુના ખેતરમાંથી એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અહીં એક ખેતર માલિકને તેના ખેતરમાં જમીન હલતી જોવા મળતા તેને અહીં જમીન ખોદતાં તે પણ જોઈને ચોકી ગયો હતો. જો કે ખેતર માલિકે અહીં માટી જેમ જેમ ખોદી રહ્યા હતા તેમ તેમ નવજાત બાળકી દેખાઈ રહી હતી. ત્યાર બાદ આ નવજાત બાળકીને લોકો દ્વારા બહાર કાઢીને 108 ની ટીમ દ્વારા હોસ્ટિપટલમાં મોકલવામાં આવી હતી.

હાલમાં આ નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે અહીં સિવિલ હોસ્પિટલમાં બાળકીને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઇ રહી હોવાનું સામે આવતા તેને BVM થી કૃત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યો છે. આ નવજાત બાળકી જમીન માંથી મળી આવતા ની જાણ ગામજનોને થતા ગામના લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નાની બાળકીને કોઈ આવી રીતે કેવી રીતે જમીનમાં દાટી શકે છે? ત્યારે હાલમાં આ સમગ્ર મામલે ગાંભોઇ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે હાલમાં પોલીસની ટીમે આ ઘટનાસ્થળે જઇને તપાસ પણ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments