Saturday, August 20, 2022
HomeIndiaશું ફરમાની નાઝે હિન્દુ ધર્મ અપનાવ્યો ? વીડિયો અપલોડ કરી ફરમાનીએ શું...

શું ફરમાની નાઝે હિન્દુ ધર્મ અપનાવ્યો ? વીડિયો અપલોડ કરી ફરમાનીએ શું કહ્યું જાણો

હર હર શંભુ ગાતા ફરમાની નાઝનું ઈસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવવાનું સત્ય શું છે ? ફરમાનીના નામે બનેલા ઘણા ટ્વિટર હેન્ડલ દાવો કરી રહ્યા છે કે મૌલાનાની ધમકીઓથી કંટાળીને મેં હિંદુ ધર્મ અપનાવ્યો છે.આ દાવાઓ વચ્ચે ફરમાની નાઝે પોતે આગળ આવીને વીડિયો જાહેર કર્યો અને સત્ય જણાવ્યું.

તેના ફેસબુક પર અપલોડ કરાયેલા વિડિયોમાં ફરમાની નાઝ કહે છે, ‘કોઈએ મારા નામ પર નકલી આઈડી બનાવી છે અને લખ્યું છે કે હું હિન્દુ ધર્મ અપનાવી રહી છું અને હું મારા પહેલાના જન્મમાં હિન્દુ ધર્મની પૂજા કરતી હતી… એવું કંઈ નથી.બધાને અપીલ છે કે આવા લોકો સામે રિપોર્ટ કરો અને તેમને પૂછો કે તમે આવી વાત કેવી રીતે લખી ?

ફરમાની નાઝ કહે છે, ‘મારી આ રીતે બદનામી ના થવી જોઈએ,મારા વિશે બિલકુલ એવી કોઈ વાત ન કરવી જોઈએ,મારા નામે ઘણા ફેક આઈડી બનાવવામાં આવ્યા છે અને કોઈએ મને ધમકી આપી નથી કે કોઈ ફતવો બહાર પાડ્યો નથી.બધા મારા વખાણ કરે છે,બધા મને સાથ આપે છે,આ અફવાઓથી દૂર રહો.

ફરમાનીની માતા ફાતિમાના કહેવા પ્રમાણે, રાહુલ મુલહેડા નામના યુવકનો વીડિયો બનાવવા માટે બહારથી કેટલાક લોકો આવતા હતા. એક દિવસ તેણે ફરમાનીને ગાતા સાંભળ્યા, જે તેને ખૂબ ગમ્યું. પછી ફરમાનીનું ગીત રેકોર્ડ કરીને યુટ્યુબ ચેનલ પર મૂક્યું હતું, જેને લોકોએ ખૂબ વખાણ્યું હતું.

આ દરમિયાન ફરમાની ઈન્ડિયન આઈડોલમાં પણ ગઈ હતી,પરંતુ બાળકની ખરાબ તબિયતને કારણે તેણે પરત આવવું પડ્યું હતું.ત્યારથી,ફરમાની યુટ્યુબ સિંગર બની ગઈ.આ દિવસોમાં ફરમાની ‘હર હર શંભુ’ ગીત ગાઈને ચર્ચામાં છે.આ ગીત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments