છત્તીસગઢના પોલીસ કોન્સ્ટેબલ નીલાંબર સિન્હા હમણાં ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની ઈમાનદારીના ખૂબ વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ ઘણા IAS અને IPS અધિકારીઓ પણ તેમના વખાણ કરી રહ્યા છે. રાયપુરમાં સેવા નિભાવી રહેલ કોન્સ્ટેબલ નીલાંબરને 45 લાખ રોકડા ભરેલ બેગ એમજ રસ્તા પર લાવારિસ મળી હતી.
સ્વાભાવિક છે કે આ રીતે પૈસા ભરેલી બેગ સામે કોઈ આવી જાય તો કોઈનું ઈમાન બગડી શકે, પણ કોન્સ્ટેબલ નીલામ્બર સિંહાએ ઈમાન બગાડ્યું નહિ. તેમણે ઈમાનદારીનો એવો દાખલો બેસાડ્યો કે જેનાથી માત્ર પોલીસ વિભાગ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ તેમને સલામ કરી રહ્યા છે. તેમણે વિભાગના અધિકારીઓને પૈસાથી ભરેલી બેગ વિશે જાણ કરી, જેથી તે તેના માલિકને પહોંચાડી શકાય.
અવારનવાર પોલીસના યુનિફોર્મ પર ડાઘ લાગતું રહે છે અને હવે ઈમાનદારીનો મોટો દાખલો બેસાડનાર આ ટ્રાફિક પોલીસમેન ઈમાનદારીનું ઉદાહરણ બનીને સામે આવ્યું છે. રાયપુરના ટ્રાફિક પોલીસ વિભાગમાં સિપાહી નીલામ્બર સિન્હા હંમેશની જેમ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. નિલામ્બર એરપોર્ટ પાસેના રોડ પર ડ્યુટી કરી રહ્યા હતા. આ દરમિયાન તેને એક લાવારિસ બેગ મળી હતી એવી માહિતી મળી હતી.
તેણે તપાસ કરતાં બેગમાં 2000 અને 500ની નોટોના બંડલ હતા. આ રૂપિયાની કુલ રકમ 45 લાખ રૂપિયા હતી. પછી તેણે પોતાના અધિકારીઓને બોલાવીને આ પૈસાની જાણકારી આપી જેથી જેની આ બેગ છે તેને મળી શકે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ બેગ કોની છે અને આટલા પૈસા લઈને કોઈ ક્યાં જતું હતું. તે જ સમયે, ઘણા IAS અને IPS અધિકારીઓએ કોન્સ્ટેબલ નિલામ્બરની ઈમાનદારીના વખાણ કર્યા છે.
IPS અંકિતા શર્માએ લખ્યું કે “તમારું અસલી પાત્ર એ જ હોય છે જ્યારે તમને કોઈ જોતું નથી. રાયપુર પોલીસના ટ્રાફિક કોન્સ્ટેબલ નીલામ્બરને રસ્તા પર પડેલી 45 લાખ ભરેલી બેગ મળી અને તેને પોલીસ સ્ટેશન પરત કરી. તેમની ઈમાનદારી અને પ્રામાણિકતાને સલામ.” તે જ સમયે, ભૂતપૂર્વ ડીજીપી આરકે વિજે લખ્યું હતું કે “શાબાશ નિલામ્બર સિંહા, કોઈપણ સિપાહી હોય તો તમારા જેવા પ્રમાણિક હોય.”
IPS સૂરજ સિંહ પરિહાર લખે છે કે “સંસ્કાર એવા હોય છે જએ તેમના પરિવાર દ્વારા તેમને બાળપણમાં મળ્યા હોય છે, તેના માટે UPSC CSE ના GSનું પેપર IV (એથિક્સ) પાસ કરવાની જરૂર નથી. રાયપુર પોલીસમાં ટ્રાફિક કોન્સ્ટેબલ નિલામ્બરને ડ્યુટી દરમિયાન રસ્તામાં રૂ. 45 લાખ મળી આવ્યા હતા, જે તેમણે પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા હતા. IPS પ્રહલાદ મીણાએ લખ્યું – પ્રમાણિકતાનું ઉદાહરણ.