Saturday, August 20, 2022
HomeAAPનવસારીમાં મહિલાઓ સાથે અભદ્રતા કરનાર પોલીસ કર્મીઓ સામે સખ્ત પગલા ભરવામાં આવે:...

નવસારીમાં મહિલાઓ સાથે અભદ્રતા કરનાર પોલીસ કર્મીઓ સામે સખ્ત પગલા ભરવામાં આવે: આપ

નવસારીમાં તોડી પાડવામાં આવેલ રાધા કૃષ્ણ મંદિરનું ફરી વાર નિર્માણ કરીને લોકોની આસ્થાનું સન્માન જાળવવા, શ્રદ્ધાળુ મહિલાઓને ન્યાય અપાવવા તેમજ આ ઘટના માટે જવાબદાર એવા નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહને બરતરફ કરવા બાબતે આમ આદમી પાર્ટીના નવસારીના સ્થાનિક નેતાઓ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે

આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આપણો ભારત દેશ આસ્થા અને શ્રદ્ધાની આધ્યાત્મિક ભૂમિ છે. દેશના મંદિરો એ દેશની ધરોહર રહેલ છે તેમજ લોક આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરોનું જતન કરીને લોક આસ્થાને સન્માન આપવું એ આપણી ફરજ છે પરંતુ એનાથી એકદમ વિપરીત કૃત્ય નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહના ઈશારે પાલિકા પ્રશાસન અને પોલીસ દ્વારા 26 જુલાઈ, 2022ના રોજ નવસારીના સર્વોદયનગરમાં આચરવામાં આવ્યું હતું. આ સિવાય પોતાની આસ્થાના કેન્દ્ર એવા મંદિરનું રક્ષણ કરવા આગળ આવેલી મહિલાઓ સાથે પોલીસ દ્વારા એકદમ અભદ્ર અને બર્બરતાપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું. આ એકદમ ગંભીર અને લોક આસ્થાને ઠેસ પહોચાડનારી બાબત રહેલી છે.

આવા દુષ્કૃત્યને સાંખી લઈ શકાય નહી તેથી લોકહિતમાં અમારા દ્વારા કલેકટરશ્રી ને 3 માંગણીઓ કરવામાં આવી છે,ફરીથી આ જ જગ્યાએ તાત્કાલિક ધોરણે ભવ્ય મંદિરનું નિર્માણ કરી આપવામાં આવે.મહિલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર અને બર્બરતાપૂર્ણ વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે સખ્ત પગલાં ભરવામાં આવે. આ સમગ્ર ઘટના માટે જવાબદાર એવા નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહને તાત્કાલિક પદભ્રષ્ટ કરી દેવામાં આવે.

જો આ માંગણીઓ નહી સંતોષાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને અમારા દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન નવસારી લોકસભા પ્રમુખ ભાવિન સાવલા, જિલ્લા સચિવ અનિલ સિંહ ભદૌરિયા, કલ્પેશ વડોદરિયા, પ્રદીપ કુમાર મિશ્રા, ગીરાબેન પટેલ, રિતેશ પરમાર, સુખાભાઈ પટેલ, ભારત રાઠોડ, અંજુબેન વસોયા, રાહુલ બ્રોચીઆ, મહેશ બસ્તીકાર, મેહુલ શર્મા, મોનીલ પટેલ, મહેશ ભાઈ પટેલ, ગોપાલ જગતપ અને સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments