Saturday, August 20, 2022
HomeGujaratસુરેન્દ્રનગર: તળાવમાં ન્હાવા પડતા પાંચ બાળકોના કરુણ મોત

સુરેન્દ્રનગર: તળાવમાં ન્હાવા પડતા પાંચ બાળકોના કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના મેથાણ નામના ગામ ખાતે આવેલા તળાવમાં એક મોટી દુર્ઘટના બની છે. ચાર બાળકી સહિત કુલ પાંચ બાળકો આ તળાવમાં ડૂબી જતાં તમામના કરૂણ મોત નિપજ્યા હતા. તળાવમાંથી બાળકોના મૃતદેહોને બહાર કાઢીનળ ધાગધ્રા ખાતેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક સાથે 5 જેટલા પર-પ્રાંતીય બાળકોના મોત થવાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ધાગધ્રાના ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા પણ આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ DYSP સહિત પોલીસનો કાફલો પણ આ ઘટનાને પગલે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ મટે રાજકોટ ખસેડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

આ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ખાતેના મેથાણ નામના ગામ પાસે આવેલ તળાવડીમાં આજરોજ બપોરના સમયે એક સાથે પાંચ બાળકો ન્હાવા માટે પડ્યા હતા. ત્યારપછી તમામ બાળકો ત્યાંથી ગુમ થયા હતા. પરંતું એક બાળકીના પિતા તળાવની આજુબાજુ તપાસ કરતા હતા ત્યારે તળાવના પાણીમાં એક બાળકનો મૃતદેહ દેખાયો હતો. ત્યારપછી તળાવમાં વધારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

વધુ તપાસ કરતા તમામ બાળકોના મૃતદેહ મળી આવ્યો હતો. આ ગોઝારી ઘટનામાં ચાર દીકરીઓ તેમજ એક દીકરાનું મૃત્યુ થયું છે. જેમાં 5 વર્ષની ઉંમરની પ્રિયંકા પારસીંગભાઈ, 7 વર્ષની ઉંમરની દીકરી દિનકી પારસીંગભાઈ, દસ વર્ષની ઉંમરનો દીકરો અલ્કેશ પારસીંગભાઈ, 9 વર્ષની ઉંમરની દીકરી લક્ષ્મી પ્રતાપભાઈ અને 7 વર્ષની ઉંમરની સંજલા પ્રતાપભાઈનું મોત નિપજ્યું છે.

નોંધનીય છે કે, આ ઘટનાને પગલે આસપાસના લોકોએ આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ તાત્કાલિક અસરથી ફાયર તેમજ તરવૈયાની ટીમ સાથે ત્યાં પહોંચી હતી. અને તમામ બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાલ તો સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments