૭૫ મા સ્વતંત્રતા દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દેશભરમાં ૭૫ મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે.દરમિયાન,સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.ઈન્ટેલિજન્સ બ્યુરો ( IB ) એ દિલ્હી પોલીસને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.
સુરક્ષા એજન્સીઓએ ૧૫ ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે.આઈબીએ લગભગ ૧૦ પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે.IB ના રિપોર્ટમાં ઉદયપુર અને અમરાવતી હત્યાકાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આતંકવાદીઓ આવી ઘટનાને અંજામ આપી શકે છે.આ સાથે જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબે પર હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આઈબીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે લશ્કર-એ-તૈયબા સંગઠન સક્રિય છે.ઘણા મોટા નેતાઓ અને મહત્વની જગ્યાઓ લશ્કરના નિશાના પર છે.દિલ્હીમાં પણ રોહિંગ્યાનો ખતરો છે.IB એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આતંકવાદીઓ કોઈના કોઈ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આતંકવાદી હુમલાની બાતમી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને અલગ-અલગ પ્રકારના હુમલાથી સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.સુરક્ષા દળોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.દિલ્હી પોલીસને પ્રવેશ માર્ગો પર સતર્કતા વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.