Saturday, August 20, 2022
HomeAjab Gajabટાઢ તાપથી લડતો રહેતો, કંટકોને કચડતો રહેતો...સ્વયંને મિટાવી કરતો સેવા, છતાં આપણે...

ટાઢ તાપથી લડતો રહેતો, કંટકોને કચડતો રહેતો…સ્વયંને મિટાવી કરતો સેવા, છતાં આપણે ભૂલી જતા કેવા…

નમસ્કાર મિત્રો,આજે આપણે મજેદાર ઉખાણા વાંચીશું. ૧. લીલો રંગને કડવો રસ, વૃક્ષોમાં એને મળ્યો જશ, મીઠો એનો છાયો છે ને, પાડોશી વેલાને ય મળે યશ…જવાબ : લીમડો ૨. સવારે તાજું તમ કહેવાય, બીજા દિવસે વાસી કહેવાય, ફેરિયો રોજ એને વહેંચી જાય, દાદાને એના વગર ના રહેવાય…જવાબ : છાપું

૩. સૌની સાથે એ ઢસદાય, ના એ ખાવાનું ખાય, અંધારામાં સંતાય જાય, ના એનાથી છૂટા પડાય…
જવાબ : પડછાયો

૪. જીભ વિના એ બોલે ભાઈ, ભાષા પટ પટ બોલે ભાઈ, આંગળીને અંગૂઠાની કમાલ, એને વગાડે સૌ કોઈ ભાઈ…
જવાબ : ચપટી

૫. કાળો કાળો ને નાનો ભાઈ, ગુનગુન એતો ગાતો ભાઈ, ફુલે ફુલે ભમતો ને આમ, તો ભારે ડંખીલો ભાઈ…
જવાબ : ભમરો

૬. ટાઢ તાપથી લડતો રહેતો, કંટકોને કચડતો રહેતો…સ્વયંને મિટાવી કરતો સેવા, છતાં આપણે ભૂલી જતા કેવા…
જવાબ : ચપ્પલ

૭. અગન ભરેલો આગનો ગોળો, શિયાળે લાગતો માતનો ખોળો, સવારે આવેને સાંજે જાય, પીળી કેસરી લાગે એની કાય… જવાબ : સૂરજ  આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવતા હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments