નમસ્કાર મિત્રો,આજે આપણે મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું શું છે જે ખેતરમાં લીલી,બજારમાં કાળી, અને ઘરે આવીને લાલ થઈ જાય છે ? જવાબ : ચા પતી ૨. એવી કઈ વસ્તુ છે જે યુવાનીમાં લીલી અને ઘડપણમાં લાલ દેખાય છે ? જવાબ : મરચું
૩. તે કોણ છે જે મૂંગો, બહેરો અને આંધળો પણ છે છતાં હંમેશા સાચું જ બોલે છે ?
જવાબ : અરીસો
૪. એવી કઈ વસ્તુ છે જે ઘણા બાળકો ખાઈ છે પણ કોઈને સારું લાગતું નથી ?
જવાબ : ઠપકો
૫. એવી કઈ વસ્તુ છે જેને આપણે બંધ તો કરી શકીએ છીએ પણ ખોલી શકતા નથી ?
જવાબ : ઍલાર્મ
૬. એવો કયો ગેટ છે જેમાંથી આપણે નીકળી શકતા નથી ?
જવાબ : કોલગેટ
૭. કેટલા મહિના એવા છે જેમાં ૨૮ દિવસ આવે છે ? જવાબ : બધા મહિના ( ૧૨ મહિના ) આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવતા હોય તો વધુમાં વધુ શેર કરો.