Saturday, August 20, 2022
HomeGujaratવડોદરામાં ટ્યૂશન ક્લાસ પૂરો થઇ ગયા બાદ શિક્ષકે વિધાર્થીને એક્સ્ટ્રા ક્લાસ હોવાનું...

વડોદરામાં ટ્યૂશન ક્લાસ પૂરો થઇ ગયા બાદ શિક્ષકે વિધાર્થીને એક્સ્ટ્રા ક્લાસ હોવાનું કહીને રોકી રાખી પછી…

કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ તે કહેવા પૂરતું જ છે, જો કે સૌથી વધુ દારૂની હેરાફેરી ગુજરાત માંથી પકડાય છે. રાજ્યમાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત તપાસ અને આ ગુનેગારો પર સખ્ત બાજ નજર રાખવામાં આવે છે ત્યારે આ દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોને ધરપકડ પણ કરી લીધી છે. જો કે પોલીસે કડક તપાસ કરવામાં આવતા હવે બુટલેગરો પણ તેમની નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે. ગુજરાતમાં ઠેર ઠેર બિન્દાસ દારૂ મળી રહે છે.

હાલમાં જ લઠ્ઠાકાંડના લીધે ફરી એકવાર ગુજરાત ચર્ચામાં આવેલ છે. જેને લઈને હાલમાં પોલીસ ઠેર ઠેર દરોડા પાડીને દારૂનો જથ્થો જપ્ત કરી રહી છે. તેમ છતાં પણ હજુ દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાનું સામે આવતું રહે છે. ત્યારે આ બધાની વચ્ચે રાજ્યમાં શિક્ષણ જગત અને ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે.

આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે, જેમાં એક ટ્યુશન સંચાલકે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને તેમના ક્લાસરૂમમાં દારૂ પીવડાવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ વિદ્યાર્થીની દારૂ પીવડાવતા તેની હાલત બગડી હતી બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા વિદ્યાર્થીના પરિવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાને વિગતવાર જણાવીએ તો રાજ્યની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં અવાર નવાર વિચિત્ર કિસ્સાઓ અને ઘટનાઓ સામે આવતી રહે છે. જેને લઈને આપણે કયારેય વિચાર્યું પણ ન હોય તેવી ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. ત્યારે હાલમાં શિક્ષણ જગત અને ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જો કે, આ ઘટનાએ ફક્ત વડોદરાને જ નહી પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગત અને ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું છે. જેમાં વડોદરા શહેરના નિઝામપુરામાં એક ટ્યુશન ક્લાસ સંચાલકે તેના ક્લાસની વિદ્યાર્થિનીને વોડકા દારૂ પીવડાવ્યો હોવાનું સામે આવ્યું છે.

જો કે, આ ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના નિઝામપુરામાં એક ટ્યુશન ક્લાસ સંચાલકે ધોરણ 10 ની વિદ્યાર્થીનો ક્લાસ પુરો થઇ ગયો હતો બાદમાં આ થયા બાદ ટ્યુશન ક્લાસ સંચાલકે આ ધોરણ 10 ની વિદ્યાર્થીને એકસ્ટ્રા ક્લાસના બહાને ક્લાસમાં બેસાડી રાખી હતી. ત્યારબાદ આ ટ્યુશન ક્લાસ સંચાલકે વિદ્યાર્થીનીને ક્લાસમાં વોડકા દારૂ પીવડાવ્યો હતો. અને તેની સાથે શારીરિક અપડલા કરવા લાગ્યો હતો. આ ટ્યુશન ક્લાસ સંચાલકનું નામ પ્રશાંત ખોસલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ આરોપી પ્રશાંત ખોસલા શહેરમાં અર્પણ કોમ્પલેક્ષમાં એજ્યુકેટ ફર્સ્ટ નામથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. જો કે વિદ્યાર્થીનીને દારૂ પીવડાવ્યા બાદ તેને નશો થતાં આ શિક્ષક તેને અર્ધબેભાન અવસ્થામાં તેના ઘરે મુકીને ગયો હતો. જો કે આ વિદ્યાર્થિની તેનો શિક્ષક નશાની હાલતમાં ઘરે મૂકી જતા આ સમગ્ર વાતનો ખુલાસો થઇ ગયો હતો. જો કે આ વોડકા દારૂ પીવડાવતા વિદ્યાર્થિનીની તબિયત લથડી ગઈ હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળતા તેની દીકરી સાથે કોઈ અગમ્ય બનાવ બન્યો હોવાની માતાને જાણ થતા જ તેની માતા તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલો સામે આવતા વિદ્યાર્થીના પરિવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી શિક્ષકની અટકાત કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments