રાજ્યમાં સતત સ્પાની આડમાં ચલાવવામાં દેહવ્યાપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે. તેને લઈને સતત આવી જ ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે આવી જ એક વડોદરાથી સામે આવી છે. વડોદરામાં અહીં યુવતી નહીં પરંતુ થાઇલેન્ડનો એક કિન્નર પોલીસ હાથ ચડ્યો છે. કિન્નાર એક સ્પામાં કામ કરી રહ્યો હતો. કિન્નર પાસે ભારતમાં રહેવા માટેના વિઝા ન હોવાના લીધે તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, થાઇલેન્ડના કિન્નરના વિઝા છેલ્લા ત્રણ વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગયા હતા. વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતા તે ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો હતો. આ બાબતમાં જાણકારી મળતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાશે.
તમને જણાવી દઈએ કે, માનવ તસ્કરી રોકવા માટે કામ કરનાર પોલીસને જાણકારી મળી હતી કે, વડોદરાના અલકાપુરી વિસ્તારનાં કોન્કર્ડ કોમ્પલેક્ષનાં ત્રીજા માળ પર આવેલા ‘સી સોલ્ટ’ સ્પામાં એક કિન્નર કામ કરી રહ્યો છે. તેની સાથે એ પણ જાણકારી મળી હતી કે, આ કિન્નર પાસે ભારતમાં કામ કરવાના વિઝા પણ નથી. ત્યાર બાદ પોલીસ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જાણ થઈ કે, કિન્નર પાસે ભારતમાં કામ કરવાના વિઝા હતા પરંતુ તે ત્રણ વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગયા હતા.
પોલીસ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલો આ કિન્નર થાઈલેન્ડનો છે. તેમજ તેનું નામ વિઝેસ સીરીકન્યા હોવાનું સામે આવ્યું છે. કિન્નર વડોદરા પહેલા ભોપાલમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. સ્પામાંથી કિન્નર ઝડપાયા બાદ પોલીસ ‘સી સોલ્ટ’ સ્પા ખાતે મેનેજર તરીકે કામ કરનારી મૂળ નેપાળની મહિલા ઓમી અગમબહાદુર સુબાની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાના માલિક સમીર જોશીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
નોંધનીય છે કે, ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પકડાવા બાદ તેની વિરુદ્ધ ધી ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલનારી દેહવેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આવા કિસ્સાઓમાં દરોડા દરમિયાન જે તે સ્પા કે મસાજ પાર્લરમાંથી વિદેશી યુવતીઓ પણ દેહવેપાર કરતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મહિલાઓના વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં તો પણ તે અહીં કામ કરતી રહે છે.