રાજ્યમાં હાલ વરસાદે થોડો વિરામ લીધો છે. પરંતુ હવે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી પાંચ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે જુલાઈમાં વરસેલા ભારે વરસાદના લીધે રાજ્યના ડેમમાં નવા નીર આવ્યા છે. તેના લીધે પીવાના અને કહેતી માટેના પાણીની ચિંતા ઓછી થઈ ગઈ છે. નર્મદા ડેમની સપાટી પણ ૧૩૧ મીટર પહોંચી છે.
જયારે ગઈ કાલના અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદી માહોલ બનતા લોકોને ગરમી રાહત મળી છે. તેની સાથે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. તેના સિવાય ગઈ કાલના અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પણ વરસ્યો હતો. જ્યારે આજે પણ એવું જ વાતાવરણ અમદાવાદમાં રહેલું છે. તેના સિવાય આગામી બે થી ત્રણ દિવસ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં 61.97 ટકા, મધ્ય ગુજરાતમાં 61.65 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ વરસ્યો છે. તેની સાથે અત્યાર સુધી રાજ્યના 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20 થી 40 ઈંચ, 100 તાલુકામાં 10 થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે.