રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે થોડો વિરામ લીધો હતો. પરંતુ હવે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા છે. તેમાં પણ દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. એવામાં ગુજરાતમાં આવતા 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
જ્યારે પાંચમી તારીખના રોજ એટલે આજે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેની સાથે કચ્છ, જામનદર, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ખેડા, દાહોદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
તેમ છતાં છઠ્ઠી તારીખના રોજ રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા નથી. તેમ છતાં કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે સાતમી તારીખના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.
તેની સાથે હવામાન વિભાગ મુજબ આઠમી તારીખને લઈને આગાહી કરવામાં આવી છે કે, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આ સિવાય નવમી તારીખની લઈને આગાહી કરવામાં આવી છે કે, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, મહિસાગર, દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે.